Rule change 1st December : 1 ડિસેમ્બરે LPG ગેસ થી લઈને ક્રેડિટ કાર્ડ સુધી ના નિયમોમાં થશે મોટા ફેરફાર

Rule change 1st December : નવેમ્બર મહિનો પૂરો થવા આવી રહ્યો છે અને ડિસેમ્બર મહિનાને ફક્ત બે જ દિવસ બાકી છે, દર મહિનાની જેમ ડિસેમ્બર મહિનો પણ ઘણા ફેરફારો લઈને આવી રહ્યો છે. આ ફેરફારો પહેલી ડિસેમ્બર થી અમલ માં આવશે અને ઘણા લોકો ના ખિસ્સા ને અસર કરશે. જી હા મિત્રો 1 ડિસેમ્બર થી સરકાર LPG ગેસ સિલિન્ડર ના ભાવ માં વધારો અને ક્રેડિટ કાર્ડ ના નિયમો માં ફેરફાર કરવા જઈ રહી છે.

LPG ગેસ સિલિન્ડર ના ભાવમાં વધારો

સામાન્ય રીતે સરકાર દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ ના ભાવ માં વધારો કરે છે, તેવી જ રીતે ડિસેમ્બર મહિનાની પહેલી તારીખે સરકાર એલપીજી ગેસ ના ભાવમાં ફેરફાર કરી શકે છે. ઑક્ટોબર મહિનામાં સરકારે 19કિલો ના કોમર્શિયલ ગેસ સિલિન્ડર ના ભાવમાં 48 રૂપિયાનો વધારો કર્યો હતો પરંતુ ઘરેલુ ગેસ સિલિન્ડર ના ભાવ માં કોઈ ફેરફાર કરવામાં ના આવ્યો હતો. પરંતુ આ વખતે ગેસ સિલિન્ડર ભાવ માં વધારો કરવામાં આવી શકે છે.

SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર

જો તમે વેપારી, ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ સાથે પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ નો ઉપયોગ કરો છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. જી હા, ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ તેમના ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને ફરી સૌથી મોટો ઝટકો આપ્યો છે. એસબીઆઇ ની કાર્ડ માટેની વેબસાઇટ અનુસાર, 1 ડિસેમ્બરે તેના ક્રેડિટ કાર્ડ વેપારી, ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ સાથે ના વ્યવહારો પર  રિવોર્ડ પોઇન્ટ ઓફર નહિ કરે.

 

17 દિવસ બેંકો રહેશે બંધ

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બેન્કે ડિસેમ્બર મહિના માટે હોલીડે લીસ્ટ જાહેર કર્યું છે, આ હિસાબે બૅન્કો માં ડિસેમ્બર મહિના કુલ 17 દિવસ સુધી રજા રહેશે. આવી સ્થિતિ માં તમારા માટે સારું રહેશે કે તમે બેન્ક માં જતાં પહેલાં ડિસેમ્બર મહિનાની રજાઓ ની લીસ્ટ જોઈ લેવી જોઈએ, જેથી તમારે વગર કામ નો ધક્કો ના પડે.

આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઇન કરો જેથી તમને સમયસર આવી અપડેટ્સ મળતી રહે.

અદાણી ગ્રૂપનો મોટો નિર્ણય: અમેરિકી આરોપો બાદ બોન્ડ જાહેર ન કરવાનો નિર્ણય

ચીન માં OnePlus 13 અને OnePlus 13R લોન્ચ, ટુંક સમયમાં ભારત થશે લોન્ચ, જાણો શું રહેશે કિંમત અને ફીચર્સ

Tata ગ્રુપની સાથે બિઝનેસ કરવાની સુવર્ણ તક, કઈ રીતે કરી શકાય બિઝનેસ જાણો અહીં

Leave a comment

PHP Code Snippets Powered By : XYZScripts.com