ED Raids in Raj Kundra House : શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા ફરી મુસીબતમાં, રાજ કુંદ્રાના ઘરે ED ની રેડ

ED Raids In Raj Kundra House : બોલીવુડ ની મશહૂર અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા ફરીવાર મુસીબત માં ફસાયા છે. જી હા રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીના ઘરે ED એ દરોડા પડ્યા છે. મોબાઈલ એપ્લિકેશન ના માધ્યમથી અશ્લીલ સામગ્રી ના પ્રોડક્શન અને ડિસ્ટ્રીબયુશન થી સંબંધીત મની લોન્ડ્રિંગ ની તપાસમાં ED એ કેટલાય સ્થળો પર દરોડા પાડ્યા છે. સૂત્રો એ સમાચાર એજન્સી પીટીઆઇ ને જણાવ્યું છે કે મુંબઈ અને ઉત્તર પ્રદેશ ના 15 જેટલા સ્થળો પર તપાસ કરવામાં આવી રહી છે.

રાજ કુંદ્રા ના ઘરે ED ની રેડ

આ વર્ષ ની શરૂઆત માં રાજ કુંદ્રા ED ની જાળ માં ફસાઈ ગયા હતા. તેમની સંપત્તિ ને ED એ તેમના કબ્જામાં લઈ લીધી હતી. જેમાં જુહુંમાં એક ફ્લેટ, પુણામાં એક બંગલો અને 98 કરોડ રૂપિયાના ઈક્વટી શેર નો પણ સમાવેશ થાય છે. રાજ અને શિલ્પા શેટ્ટી એ પોતાની નિર્દોષતા ધ્યાને રાખતા દાવો કર્યો હતો કે તેમણે ઈડીની તપાસ ને પૂરો સહયોગ આપ્યો છે.

 

આ પણ વાંચો : Rule change 1st December : 1 ડિસેમ્બરે LPG ગેસ થી લઈને ક્રેડિટ કાર્ડ સુધી ના નિયમોમાં થશે મોટા ફેરફાર

રાજ કુંદ્રાની થઈ હતી ધરપકડ

રાજ કુંદ્રા ને 2021માં મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. ચાર મહિલાઓ ફરિયાદ કરી હતી કે તેમને વેબ સીરીઝ માં કામ આપવાનું કહીને તેમને અશ્લીલ વીડિયો શૂટ કરવા માટે મજબૂર કરવામાં આવતી હતી. તેમને સપ્ટેમ્બર મહિનામાં આથર જેલથી છોડવામાં આવ્યા હતા.

આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર આવી જ અપડેટ્સ મળતી રહે.

અમૂલ ડેરીમાં 150થી વધુ યુવકોને નોકરીમાંથી કાઢ્યા: રાજકીય વિવાદ ગહણ થયો

Tata ગ્રુપની સાથે બિઝનેસ કરવાની સુવર્ણ તક, કઈ રીતે કરી શકાય બિઝનેસ જાણો અહીં

Leave a comment

PHP Code Snippets Powered By : XYZScripts.com