BK Samachar: ડીસામાંથી 345 કિલો જેટલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે એક શખ્સ ઝડપાયો

BK Samachar પોશડોડાના જથ્થા સાથે ધરપકડ

Bk Samachar: આ કેસમાં રાજસ્થાનથી ગુજરાતમાં પોશડોડા લાવવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. પોલીસને 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ મળ્યા છે, જે ચોંકાવનારા છે. આ મામલે દિનેશ બિશ્નોઈ નામના શખ્સની ધરપકડ કરી, તેની વધુ પૂછપરછ ચાલુ છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ નશીલા પદાર્થો કોને અને ક્યારે પહોંચાડવાના હતા અને તેના પાછળનું મકસદ શું હતું.

ગુજરાતમાં નશાકરાક પદાર્થોની હેરાફેરી પર કડક પ્રતિબંધ છે, છતાં પણ વારંવાર આ પ્રકારના પદાર્થો ઝડપાતા રહે છે. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં નશીલા પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે, જેમાં ઝેરડા ગામેથી પશોડોડાના મોટા જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

 

ઉનામાં બુટલેગરો બાઈક ની સીટમાં દારૂ સાથે ઝડપાયા: bk samachar

બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ એક નવો અને ચતુર આઈડિયા અપનાવ્યો હતો. બુટલેગરોએ બાઇકની સીટમાં દારૂ સંતાડી તેને હેરાફેરી માટે વાપરી રહ્યા હતા. LCB (લોકલ ક્રાઇમ બ્રાંચ)ની ટીમે બાઇકની તપાસ કરતાં આ વાતનું ખુલાસો કર્યો કે બાઇકની સીટના નીચે છુપાવેલું ચોરખાનું બનાવવામાં આવ્યું હતું, જ્યાંથી 66 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.

 

 

આ કેસમાં પોલીસે બાઇક સાથે આ આરોપીને પણ ઝડપી લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે. બુટલેગરો ચોરી છુપાવીને નશાકરાક પદાર્થો હેરફેર કરવાના વિવિધ યુક્તિઓ અપનાવી રહ્યા છે, જેમાં બાઇક જેવી સામાન્ય વાહનોનો ઉપયોગ થઇ રહ્યો છે.

સરકારના પ્રયત્નો અને હકીકત

ગુજરાતમાં નશાબંધી કાયદો હોવા છતાં, નશાકરાક પદાર્થોની હેરાફેરી અને વેચાણમાં ઘટાડો નથી થઈ રહ્યો. બુટલેગરો નવા-નવા આઈડિયા અપનાવીને આ પદાર્થોની હેરાફેરી કરી રહ્યા છે. સરકાર અને પોલીસના સતત પ્રયાસો છતાં, આ રીતે નશીલા પદાર્થો ઝડપાતા હોવાના કિસ્સાઓ ચિંતાજનક છે.

આ કેસો માત્ર કાયદાની મજબુતી અને સજાગતા દ્વારા જ અટકાવી શકાય, તેવા તંત્ર દ્વારા કડક કાર્યવાહી અને લોકોને જાગૃત કરવાની જરૂર છે, જેથી ગુજરાતમાં નશામુક્ત સમાજ રચવામાં સફળતા મળી શકે.

Leave a comment

PHP Code Snippets Powered By : XYZScripts.com